Welcome to E Books World

+91 99999 99999

img

ડિજીટલ ઇન્ડિયા તરફ વધુ એક કદમ : દાહોદ જીલ્લા પંચાલ સમાજ દ્વારા સત્તાવાર વેબસાઇટનું ભવ્ય લોન્ચિંગ

ઝાલોદ વિશ્ર્વકર્મા મંદિરે પંચાલ સમાજ પ્રગતી મંડળના નેજા હેઠળ વેબસાઇટ લોન્ચ કરવામા આવી.

આજના આધુનિક અને ડિજીટલ યુગ સાથે કદમ મિલાવવા માટે દાહોદ જીલ્લા પંચાલ સમાજ દ્વારા એક સરાહનીય અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. સમાજના ભાઈ-બહેનો અને પરિવારોને વૈશ્ર્વિક સ્તરે એક તાંતણે બાંધવા અને સમાજની પ્રવૃત્તિઓ વેગવંતી બનાવવા માટે “દાહોદ જીલ્લા પંચાલ સમાજની સત્તાવાર વેબસાઇટનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

સમાજના અગ્રણીઓ, વડીલો અને યુવા સંગઠનની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજીત એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ દરમિયાન આ ડિજીટલ પ્લેટફોર્મને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ નવતર પ્રયોગથી સમગ્ર જીલ્લાના પંચાલ જ્ઞાતિજનોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ડિજીટલ પ્લેટફોર્મ પાછળનો મુખ્ય હેતુ સમાજના લોકોને એકબીજાની નજીક લાવવાનો અને વહીવટી પ્રક્રિયાઓને પારદર્શક બનાવવાનો છે. જીલ્લા પંચાલ સમાજના પ્રમુખ અને હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, ભૌગોલિક અંતરને કારણે ઘણીવાર સમાજના લોકો સુધી જ‚રી માહિતી સમયસર પહોંચતી નથી. આ વેબસાઇટ એક એવા સેતુ તરીકે કામ કરશે જ્યાં માત્ર એક ક્લિક પર સમાજની તમામ ગતિવિધિઓ ઉપલબ્ધ બનશે.

વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ અને જ્ઞાતિજનોને થનારા ફાયદા આ નવી લોન્ચ થયેલી વેબસાઇટમાં ટેકનોલોજીના માધ્યમથી સમાજ ઉપયોગી અનેક મહત્વપૂર્ણ ફીચર્સ આવરી લેવામાં આવ્યા છે:

ડિજીટલ ડિરેક્ટરી (વસ્તી ગણતરી): સમાજના તમામ પરિવારો ઓનલાઇન ફોર્મ ભરીને પોતાની વિગતો નોંધી શકશે, જેથી જીલ્લાના પંચાલ સમાજની સચોટ ડિજીટલ ડિરેક્ટરી તૈયાર થશે.

મેટ્રિમોનિયલ (લગ્ન વિષયક) સેવાઓ: લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે બાયોડેટા અપલોડ કરવાની ઓનલાઇન સુવિધા આપવામાં આવી છે, જેનાથી યોગ્ય જીવનસાથીની પસંદગી સરળ બનશે.

શૈક્ષણિક અને કેરિયર માર્ગદર્શન: સમાજના તેજસ્વી તારલાઓ, વિધાર્થીઓ માટે સ્કોલરશિપ, સરકારી યોજનાઓ અને રોજગારલક્ષી માહિતી પ્લેટફોર્મ પર શેર કરવામાં આવશે.

ચોરાસી અને પ્રવૃત્તિઓની માહિતી: સમાજ દ્વારા લેવાતા સામાજીક નિર્ણયો, મિટિંગોની મિનિટ્સ, સેવાકીય કાર્યો અને આગામી કાર્યક્રમોનું કેલેન્ડર અહીં સતત અપડેટ થતું રહેશે.

શ્રદ્ધાંજલિ અને સુખ-દુ:ખના સમાચાર: સમાજમાં બનતી સુખદ કે દુ:ખદ ઘટનાઓની ત્વરિત નોંધ જ્ઞાતિજનો સુધી પહોંચાડવામાં આ પ્લેટફોર્મ મદદ‚પ થશે.

આ વેબસાઇટને વાસ્તવિકતાનું ‚પ આપવા માટે પંચાલ સમાજના આઈ.ટી.(ઈંઝ) સેલના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓએ ડિજીટલ ટીમની પીઠ થાબડી હતી અને જણાવ્યું હતું કે, આ વેબસાઇટ માત્ર માહિતીનું કેન્દ્ર નથી, પરંતુ પંચાલ સમાજની એકતા અને પ્રગતિનું નવું પ્રતીક છે.

દાહોદ જીલ્લા પંચાલ સમાજ મંડળ દ્વારા જીલ્લા તથા બહાર વસતા તમામ પંચાલ પરિવારોને આ વેબસાઇટની મુલાકાત લેવા અને પોતાના પરિવારની વિગતો વહેલી તકે અપડેટ કરવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી છે.

દાહોદ જીલ્લા પંચાલ સમાજ દ્વારા સમાજને ડિજીટલ પ્લેટફોર્મ પૂ‚ં પાડવા માટે સત્તાવાર વેબસાઇટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ક્ષણે સમાજના આઈ.ટી. ક્ધવીનર કૌશિકભાઈ પંચાલે સમગ્ર ડિજીટલ ટીમને અભિનંદન આપતા જ્ઞાતિજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

કૌશિકભાઈ પંચાલે જણાવ્યું હતું કે, આજના યુગમાં ટેકનોલોજીના માધ્યમથી સમાજને જોડવો એ સમયની માંગ છે. આ વેબસાઇટના કારણે ઓનલાઇન વસ્તી ગણતરી, મેટ્રિમોનિયલ સેવાઓ અને શૈક્ષણિક માર્ગદર્શન જેવી સુવિધાઓ ઘરે બેઠા આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે.” તેમણે સમગ્ર જીલ્લાના પંચાલ પરિવારોને આ ડિજીટલ મંચ પર વધુમાં વધુ જોડાવવા અને પોતાની વિગતો અપડેટ કરવા માટે ખાસ અપીલ કરી છે. વેબસાઇટ લોન્ચ થતાં જ સમગ્ર પંચાલ પ્રગતિ મંડળ અને જ્ઞાતિજનોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે. : કૌશિકભાઈ પંચાલ,પંચાલ સમાજ પ્રગતી મંડળ મીડીયા ક્ધવીનર, દાહોદ જીલ્લા…