Welcome to E Books World

+91 99999 99999

img

જીલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ આઈસીડીએસ વિભાગની બેઠક યોજાઈ

જીલ્લા પંચાયત સભાખંડ ખાતે જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષ સ્થાને દાહોદ જીલ્લાના તમામ સંકલિત બાળવિકાસ અધિકારીની બેઠક યોજાઈ. જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા એ જણાવ્યું કે, ઝડપી યોજનાના તમામ લાભાર્થીઓને તમામ પ્રકારના લાભ મળે તે માટે આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી કેવી રીતે કરવી અને કામગીરીની ગુણવતા સુધારવા માટે શું કરવું અને તેના આધારે વર્કર હેલ્પર અને આંગણવાડીનું મૂલ્યાંકન કરવા માટેના ધારાધોરણો નક્કી કરવા આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓના કવરેજ વધારીને વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપી પોષણ સ્તરમાં સુધારો લાવવો. આંગણવાડીના સમય બાદ ગામના તમામ બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓની નોંધણી પૂર્ણ કરવી. અને બાળકોની સાથે તેમના માતા પિતાની ગૃહ મુલાકાત કરી પોષણ સુધારા માટે શિક્ષણ આપવું જ‚રી છે. બાળકો કિશોરીઓ ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને આપવામાં આવતી પોષણ કીટ નિયમિત વિતરણ કરવું, અને આંગણવાડી કેન્દ્ર પર બનાવેલ પૌષ્ટિક આહાર સ્વાદિષ્ટ અને પોષણયુક્ત બાળકોને મળી રહે તે બાબતે કાળજી રાખવી. જીલ્લા વિકાસ અધિકારી એ તમામ સી.ડી.પી.ઓને સૂચન કર્યા હતા. દરરોજ આંગણવાડી મુલાકાત દરમિયાન બાળકને રાબ પીવડાવતી વાળી અને બાળક સાથેનો વિડિયો વોટસએપ ગ્રુપમાં અને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા તમામ મુખ્ય સેવિકાને સૂચના આપવામાં આવી હતી. સુપોષિત દાહોદ પોર્ટલમાં દરેક આંગણવાડી કેન્દ્રની ફોટોગ્રાફસ સહિતની ક્વોલિટી એન્ટ્રી કરાવવાની જવાબદારી મુખ્ય સેવિકા અને સીડીપીઓની રહેશે. દરરોજ આંગણવાડી કેન્દ્રની મુલાકાત મુખ્ય સેવિકા અને સીડીપીઓ દ્વારા કરવાની રહેશે તેવી સૂચના આપવામાં આવી. ઈન્ચાર્જ જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો. સુધિર જોષી એ આંગણવાડી કેન્દ્ર દૈનિક ધોરણે ૬ કલાક ચાલે અને દૈનિક સમયપત્રક મુજબ પ્રવૃત્તિઓ થાય તેના મોનેટરીંગ માટે સુપોષિત દાહોદ પોર્ટલ પર દરેક આંગણવાડી કાર્યકર દ્વારા એન્ટ્રી કરવામાં આવે તેમ જણાવેલ છે. જે આંગણવાડી કાર્યકર દ્વારા આંગણવાડી કેન્દ્ર નિયમાનુસાર ચલાવવામાં નહી આવે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. આંગણવાડીના લાભાર્થીઓના કવરેજ વધારવા માટે વધુમાં વધુ લાભાર્થીની આઈસીડીએસ હેઠળ નોંધણી થાય તે સુનિશ્ચિત કરવા સીડીપીઓને સૂચના આપેલ છે. જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા દ્વારા આઈસીડીએસની વિવિધ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવી શા માટે મહત્વની છે તે વિશે માર્ગદર્શન સહિત જાણકારી આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનો અને આશાબહેનોને ૩ વર્ષ થી ૫ વર્ષ ના બાળકોની નોંધણી માટે આપેલ ટાર્ગેટ મુજબ કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે ઈ-ચાર્જ પ્રોગ્રામ ઓફિસર દ્વારા મુલાકાત કરી અને સૂચના આપવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન ઈન્ચાર્જ જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધિર જોષી, સહિત દાહોદ જીલ્લાના તમામ