Welcome to E Books World

+91 99999 99999

img
  • img

    sandesh

  • img

    29 May 2026, 06:26

  • img

    business, top

Daman: 97 કરોડના ખર્ચે બનેલું અત્યાધુનિક એરપોર્ટ સજ્જ, જૂનમાં પીએમ મોદીના હસ્તે લોકાર્પણની શક્યતા

દમણ અને દીવના પ્રશાસન દ્વારા પ્રદેશના આર્થિક અને પ્રવાસન વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે આદરેલો મહત્વનો એરપોર્ટ પ્રોજેક્ટ હવે સાકાર થઈ ગયો છે. દમણ ખાતે રૂપિયા 97 કરોડના બજેટ સાથે તૈયાર થયેલું નવું ડોમેસ્ટિક એરપોર્ટ હવે કોમર્શિયલ એરલાઇન્સ માટે ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યું છે. જૂન મહિનાની શરૂઆતમાં જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણની મુલાકાતે આવે તેવી પુરેપુરી સંભાવના છે, જ્યાં તેઓ આ ભવ્ય એરપોર્ટ તેમજ હેલ્થ સેક્ટર માટે મહત્વની એવી મરવડ હોસ્પિટલનું ઓપનિંગ કરશે. વહીવટી તંત્ર દ્વારા આ હાઇપ્રોફાઇલ લોકાર્પણ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

દમણનું આ નવું એરપોર્ટ 1.01 લાખ ચોરસ મીટરના વિશાળ પ્લોટ એરિયામાં ફેલાયેલું છે. જેમાં મુસાફરોની અવરજવર માટે 5460 ચોરસ મીટરનું એરકન્ડિશન્ડ પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. એરપોર્ટની અંદર એકસાથે 180 પ્રવાસીઓ બેસી શકે તેવો હાઇટેક વેઇટિંગ એરિયા અને ઉચ્ચ અધિકારીઓ-રાજનેતાઓ માટે 16 બેઠકોની સુવિધાવાળો VVIP લાઉન્જ તૈયાર કરાયો છે. ટર્મિનલ પર ભીડ ન થાય તે માટે શરૂઆતમાં 12 ફ્લાઇટ ચેક-ઇન કાઉન્ટર્સ કાર્યરત કરાશે, જેને આગામી સમયના ટ્રાફિકને ધ્યાને રાખીને 16 સુધી વિસ્તારી શકાય તેવી આયોજનબદ્ધ વ્યવસ્થા રાખવામાં આવી છે.

આ એરપોર્ટ શરૂ થતાં જ સૌથી પહેલા દમણ અને દેશની રાજધાની દિલ્હી વચ્ચે સીધી કોમર્શિયલ ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ ખૂબ જ ટૂંકા ગાળામાં બિઝનેસ હબ ગણાતા મુંબઈ અને ગુજરાતના મેટ્રો સિટી અમદાવાદને પણ સીધા હવાઈ માર્ગે સાંકળી લેવામાં આવશે. એરપોર્ટ પર A-320 સાઇઝના બે મોટા કોમર્શિયલ વિમાનો એકસાથે પાર્ક થઈ શકે તેવો મજબૂત એપ્રોન બનાવાયો છે, જ્યારે મુસાફરોના વાહનો માટે 57 ગાડીઓનું સુરક્ષિત પાર્કિંગ યાર્ડ પણ ઉપલબ્ધ છે. તાજેતરમાં દમણ ભાજપના પ્રમુખ અને સિનિયર પદાધિકારીઓની ટીમે આ એરપોર્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સુરક્ષા તેમજ પ્રવાસી સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: Vadodara: કેટરિંગ વેપારી બાબુસિંઘની હત્યાનો ફરાર આરોપી હિરેન ઠક્કરને રાવપુરા પોલીસે ઝડપ્યો