પાલિકાના મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વહીવટી સરળતા ખાતર ઇજનેરી શાખાના અધિકારીઓની મોટા પાયે આંતરિક ફેરબદલ કરવામાં આવી છે.
આ હુકમ મુજબ, કાર્યપાલક ઇજનેર વસંત કે. સીંઘલને હવે એફોર્ડેબલ હાઉસીંગ વિભાગની સાથે પૂર્વ ઝોનની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
જ્યારે તેમને સેન્ટ્રલ સ્ટોર્સ વિભાગમાંથી મુક્ત કરાયા છે. તેમની જગ્યાએ પૂર્વ ઝોનના હ. કાર્યપાલક ઇજનેર નિલેશ પરમારને સેન્ટ્રલ સ્ટોર્સ, તળાવો તેમજ રેઇન વોટર હાર્વેસ્ટીંગની કામગીરી સોંપી છે.
બીજી તરફ, પશ્ચિમ ઝોનના કાર્યપાલક ઇજનેર દર્શિન પી. મહેતાને તેમની હાલની ફરજો ઉપરાંત પાણી પુરવઠા વિભાગનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
બ્રિજ પ્રોજેક્ટમાં કાર્યરત નાયબ કાર્યપાલક ઇજનેર વિવેક વી. પટેલને તે કામગીરીમાંથી મુક્ત કરી, આ જવાબદારી પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર રાજેશ જે. પ્રજાપતિને સોંપવામાં આવી છે.
આ ઉપરાંત, હ.કાર્યપાલક ઇજનેર જતન એસ. બધેકાને ઇ-બસ મોબેલિટી અને ઇ-બસ સ્ટેશનને લગતી વધારાની કામગીરી સોંપવામાં આવી છે.
10 વોર્ડ ઓફિસરની પણ સાગમટે બદલીઓ કરાઇ પાલિકામાં વોર્ડ ઓફિસરો અને આસી. મ્યુનિ. કમિશનરની પણ વ્યાપક બદલીઓ કરવામાં આવી છે. આસિ. મ્યુનિ. કમિશનર (પૂર્વ ઝોન) શૈલેષકુમાર આર. પંચાલને ટુરિસ્ટ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. વોર્ડ ઓફિસરોની બદલીમાં પ્રિયંકા કે. ઓઝાને વોર્ડ 4થી વોર્ડ 10માં, વિરેન્દ્રકુમાર ટી. રાઠવાને વોર્ડ 6થી વોર્ડ 12માં અને જયદીપ એન. વાળાને વોર્ડ 9થી વોર્ડ 15માં મૂકવામાં આવ્યા છે. જ્યારે ક્રિષ્ણા જી. સોલંકીને વોર્ડ 4અને મહેશકુમાર બી. પટેલને વોર્ડ 17ના વોર્ડ ઓફિસર બનાવાયા છે. આ ઉપરાંત મનિષકુમાર પ્રજાપતિ (વોર્ડ 9), પરાગ એન. મોદી (વોર્ડ 16), દિગ્નેશકુમાર ડામોર (વોર્ડ 6) અને ઇલેક્શન ઓફિસર ભીમાભાઇ વસાવાને વોર્ડ 11નો વધારાનો ચાર્જ સોંપાયો છે.
