Welcome to E Books World

+91 99999 99999

img
  • img

    sandesh

  • img

    23 May 2026, 00:19

  • img

    top, business

Vadodara: કરજણમાં ટેકાના ભાવે મકાઇની ખરીદી શરૂ કરાઇVadodara: કરજણમાં ટેકાના ભાવે મકાઇની ખરીદી શરૂ કરાઇ

કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આજથી ટેકાના ભાવે મકાઈની ખરીદીના શ્રીગણેશ થતાં ખેડૂતોમાં ખુશી અને રાહતની લાગણી પ્રવર્તી છે.

મળતી માહિતી અનુસાર, કરજણ પંથકમાં આ વર્ષે મોટા પ્રમાણમાં મકાઈનું ઉત્પાદન થવા પામ્યું છે. બજારોમાં વેપારીઓ દ્વારા અંદાજે પ્રતિ ક્વિન્ટલ રૂા.1800ની આજુબાજુના ભાવથી ખરીદી કરાય રહી હતી. જેના લીધે ખેડૂતોએ ભારે મહેનત અને નાણાકીય ખર્ચ કરીને પકવેલ મકાઈના પાકનું યોગ્ય વળતર ,ભાવ નહીં મળતાં અને ટેકાના ભાવે મકાઈ ખરીદી કરવાની શરૂઆત નહીં થતાં ભારે આર્થિક નુકશાન થઈ રહ્યું હોય ધરતીપુત્રો લાચાર બનતાં બજાર સમિતિ ચેરમેન જયદિપસિંહ ચૌહાણ અને કરજણ ધારાસભ્ય અક્ષય પટેલને રજૂઆત કરાઈ હતી. જેને ધ્યાને રાખી તેઓ દ્વારા સરકારમાં ખેડૂતોના હિતમાં વહેલીમાં વહેલી તકે ટેકાના ભાવે મકાઈની ખરીદી કરવામાં આવે તેવી ભલામણકરાઈ હતી. જેના ભાગરૂપે આજથી કરજણ બજાર સમિતિ દ્વારા રૂા.2400 પ્રતિ ક્વિન્ટલ ના ભાવે મકાઈની ખરીદીના શ્રીગણેશ થતાં ખેડૂતોમાં એક હાશકારો અને ખુશની લહેર જોવા મળી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો