Welcome to E Books World

+91 99999 99999

img
  • img

    sandesh

  • img

    23 May 2026, 00:18

  • img

    top, business

Bodeli: ચલામલી SBI દ્વારા મૃત ખેડૂતના પરિવારને વીમાની રકમ પરત કરાઇ

બોડેલી તાલુકાના રાજબોડેલી ગામના ખેડૂત લાભાર્થી સંજયસિંહ ખુમાનસિંહ પરમારે ગત વર્ષે સ્ટેટ બેંક ઓફ્ ઈન્ડીયા ચલામલી શાખામાંથી વાર્ષિક 436 પ્રીમીયમથી રૂા.2 લાખનો લીધેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વીમો લીધો હતો. ખેડૂત લાભાર્થીનુ એક મહીના અગાઉ એટેક આવતા નેચરલ ડેથ થયું હતું.

ખેડૂત લાભાર્થીની પત્ની નિલમબેન પરમારે તેમના મૃત્યુ પામેલ પતિની બેંક પાસબુક લઈ ચલામલી ખાતે સ્ટેટ બેંક ઓફ્ ઇંડીયાના મેનેજર આશિષભાઈ વલોદરીયાને મળી તેમના પતિ મૃત્યુ પામ્યાની જાણ કરી હતી. મેનેજર આશિષભાઈએ લાભાર્થી ખેડૂત સંજયસિંહના બેંકની પાસબુક લઈ તેમના ખાતામા તપાસ કરી તો મૃત્યુ પામનારનો પ્રધાનમંત્રી જીવન જ્યોતી વીમા યોજનાનો વીમો લીધેલ માલૂમ પડતા મેનેજર આશિષભાઈ વલોદરીયા અને તેમના સ્ટાફે લાભાર્થી ખેડૂતની પત્નીને મદદ કરવાનુ નક્કી કરી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામા જરૂરી દસ્તાવેજ મેળવી માત્ર પંદર દિવસમા મૃત્યુ પામનાર ખેડૂત લાભાર્થીની પત્ની નિલમબેન પરમારને બેંકમા બોલાવી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત રૂા.2 લાખનો ચેક સ્ટેટ બેંક ઓફ્ ઇંડીયા ચલામલી શાખાના મેનેજર આશિષભાઈ વલોદરા અને તેમના સ્ટાફ્ દ્વારા અર્પણ કરાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો