શિનોર મુકામે આવેલ ધી શિનોર નાગરિક સહકારી બેન્કના બોર્ડ ઓફ્ ડિરેકટરો દ્વારા તેરા તુજકો અર્પણ બેકના વાર્ષિક નફમાં બેન્કના સભાસદો પણ ભાગીદાર હોય બોર્ડ ઓફ્ ડિરેક્ટરો દ્વારા દરેક સભાસદોને પ્રતિ વર્ષ મુજબ મસાલાની કિટ અપતા આનંદની લાગણી હતી.
શિનોરની ધી. શિનોર નાગરિક સહકારી બેન્ક લીના ચૂંટાયેલ ડિરેકટરો દ્વારા પણ ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટરની બિનહરીફ્ વરણી કરાય છે. બેન્કના બોર્ડ ઓફ્ ડિરેક્ટર અને હોદેદારો દ્વારા બેન્કના સભાસદોના સહકારથી બેન્ક પ્રગતિના શિખરો સર કરી 0% એનપીકે દર વર્ષે ઓડિટ વર્ગ (અ) સાથે નફમા દર વર્ષે વધારો થાય છે. ત્યારે બેન્કના બોર્ડ ઓફ્ ડિરેક્ટરો દ્વારા પણ નફમા સૌથી વધુ સભાસદોનો ફળો હોય છેલ્લા 6 વર્ષથી સ્મૃતિભેટ અપાય છે. ત્યારે ચાલુ વર્ષે બેન્કના ચેરમેન સચિન પટેલ, વાઇસ ચેરમેન ઠાકોર પટેલ અને એમ.ડી. વિનુ પટેલ તથા સાથી ડિરેક્ટરો દ્વારા રૂા.1250ની મસાલા કિટ આપવાનું નક્કી કર્યું હતું. જેમા 500 ગ્રામ મરચું, 500 ગ્રામ હળદળ, 500 ગ્રામ ગરમ મસાલો, 500 ગ્રામ ધાણા જીરું પાવડર, 500 ગ્રામ આખુ જીરૂ, 400 ગ્રામ અજમો, 500 ગ્રામ રઈ, 500 ગ્રામ સંભાર મસાલો, 50 ગ્રામ મરી, અને 50 ગ્રામ લવિંગ જે શિનોર નીજ અંબિકા મસાલા મિલનું શુક્રવારે ગામના સભાસદોને મસાલા કિટ ગિફ્ટનુ વિતરણ કરાયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
