ચાણસ્મા તાલુકાના વિવિધ ગામોમાં હાલમાં સરકારની વિવિધ યોજનાઓ અને શૈક્ષણિક કામકાજ સહિતના કામો માટે આવકનો દાખલો અનિવાર્ય હોવાથી હવે લોકો આવકના દાખલા મેળવવા માટે તાલુકા મથક પર આવી પહોંચતા ચાણસ્મા તાલુકા પંચાયત ખાતે દાખલા મેળવવા માટે આવેલા અરજદારોનો ઘસારો જોવા મળ્યો હતો. ચાણસ્મા પંથકમાં હવે આગામી સમયમાં સ્કુલ વેકેશન પુરૂ થવા જઈ રહ્યું છે. જેને લઈ શૈક્ષણિક કાર્ય માટે આવકના દાખલાની જરૂરીયાત ઊભી થતી હોય છે. તથા લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ આવકનો દાખલો જરૂરી હોવાથી હાલમાં ચાણસ્મામાં આવકનો દાખલો મેળવવા માટે લોકો આવી રહ્યા છે. જેમાં સૌ પ્રથમ મામલતદાર કચેરી ખાતેની જનસુવિધા કેન્દ્રમાં સોગંદનામા સહિત જરૂરી ફોર્મ પ્રક્રિયા પુર્ણ કરાયા બાદ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત ખાતે ફોર્મની ચકાસણી પ્રક્રિયા કર્યા બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા દાખલો કાઢી આપવામાં આવતો હોવાથી હાલમાં લોકોનો આવકનો દાખલો મેળવવા માટે ઘસારો જોવા મળી રહ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
