Welcome to E Books World

+91 99999 99999

img

PM મોદીના વડોદરા પ્રવાસોમાં 4,035 બસોનો ઉપયોગ, GSRTCએ રૂ. 4.57 કરોડનું ભાડું વસૂલ્યું

RTIમાં ખુલાસો : વર્ષ 2014થી 2026 દરમિયાન પાંચ કાર્યક્રમો માટે બસોની વ્યવસ્થા કરાઈઓપરેશન સિંદૂર કાર્યક્રમ માટે ફાળવાયેલી 300 બસોનું ભાડું જ રૂ. 96.96 લાખ ચૂકવવાનું બાકી, મહિલા સંમેલન માટે સૌથી વધુ 3,150 બસો દોડાવાઈવડોદરા, તા. 29વર્ષ 2018થી 2025 દરમિયાન વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિવિધ કાર્યક્રમોમાં લોકોની અવરજવર માટે કુલ 4,035 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બસોના ભાડા પેટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કુલ રૂ. 4,57,14,377ની રકમ વસૂલવામાં આવી હોવાનું એક RTI અરજીના જવાબમાં બહાર આવ્યું છે.

સામાજિક કાર્યકર અને RTI એક્ટિવિસ્ટ અંબાલાલ પરમારે GSRTC પાસેથી વડાપ્રધાનના કાર્યક્રમો માટે ફાળવાયેલી બસોની સંખ્યા અને તેના ભાડાની વિગતો માંગતા આ માહિતી પ્રાપ્ત થઈ છે.

RTIમાં મળેલી માહિતી મુજબ, વર્ષ 2018માં નવલખી મેદાન ખાતે યોજાયેલા દિવ્યાંગજન કાર્યક્રમ માટે 284 બસો ફાળવવામાં આવી હતી, જેના બદલામાં રૂ. 54,44,630નું ભાડું ચૂકવવામાં આવ્યું હતું.

વર્ષ 2022માં લેપ્રસી મેદાન ખાતે યોજાયેલા મહિલા સંમેલન માટે સૌથી વધુ 3,150 બસો મહિલા અને બાળ વિકાસ ખાતાને ફાળવવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે રૂ. 3,37,75,536નું ભાડું વસૂલાયું હતું.વર્ષ 2024માં સોમા તળાવ ખાતે યોજાયેલા ટાટા એર ક્રાફ્ટ કોમ્પ્લેક્સના લોકાર્પણ કાર્યક્રમ માટે વડોદરા મહાનગરપાલિકાને 100 બસો ફાળવવામાં આવી હતી, જેનું ભાડું રૂ. 20,83,096 થયું હતું.તે જ વર્ષે નવલખી મેદાન ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમ માટે વધુ 200 બસો વડોદરા મહાનગરપાલિકાને ફાળવવામાં આવી હતી, જેના બદલામાં રૂ. 44,11,116 વસૂલવામાં આવ્યા હતા.જ્યારે વર્ષ 2025માં નવલખી મેદાન ખાતે યોજાયેલા ‘ઓપરેશન સિંદૂર’ કાર્યક્રમ માટે 300 બસો નાયબ જિલ્લા વિકાસ અધિકારીને ફાળવવામાં આવી હતી. આ બસોનું ભાડું રૂ. 96,96,216 ચૂકવવાનું બાકી હોવાનું RTIના જવાબમાં જણાવાયું છે.આ રીતે છેલ્લા સાત વર્ષમાં વડાપ્રધાનના વડોદરા પ્રવાસો દરમિયાન વિવિધ કાર્યક્રમો માટે કુલ 4,035 બસો દોડાવવામાં આવી હતી અને GSRTCને ભાડા પેટે રૂ. 4.57 કરોડથી વધુની આવક થઈ હોવાનું RTIના દસ્તાવેજોમાંથી સામે આવ્યું છે.